Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

રાજકોટ 68 વિધાનસભા સીટના ભાજપના ઉમેદવાર ઉદય કાનગડ પાસે છે આટલી સંપત્તિ, જાણો

રાજકોટ 68 ના ભાજપના ઉમેદવાર ઉદય કાનગડે જાહેર કરેલ સોંગંદનામા મુજબ તેમણે ગત વર્ષે ૧૬ લાખનું આવકવેરા રીટર્ન ભરેલ જયારે તેમના પત્‍ની વૈશાલીબેને ૬.૮૮ લાખ તથા એચયુએફમાં ૪.૭ર લાખનું રીટર્ન ભર્યુ છે. ઉપરાંત ઉદય કાનગડ ઉપર ૪ ફોજદારી કેસ નોંધાયેલ છે. જેમાં તેમના ઉપર ર૦૧૪ માં આરોપો ઘડાયેલ.ઉદય કાનગડેના  કેટલા  બેકમાં  ખાતા ઉદય કાનગડના હાથ ઉપર પ.૧૧ લાખ, પત્‍ની વૈશાલીબેનના હાથ ઉપર ૮.પ૩ લાખ તથા HDF
રાજકોટ 68 વિધાનસભા સીટના ભાજપના ઉમેદવાર ઉદય કાનગડ પાસે છે આટલી સંપત્તિ  જાણો
રાજકોટ 68 ના ભાજપના ઉમેદવાર ઉદય કાનગડે જાહેર કરેલ સોંગંદનામા મુજબ તેમણે ગત વર્ષે ૧૬ લાખનું આવકવેરા રીટર્ન ભરેલ જયારે તેમના પત્‍ની વૈશાલીબેને ૬.૮૮ લાખ તથા એચયુએફમાં ૪.૭ર લાખનું રીટર્ન ભર્યુ છે. ઉપરાંત ઉદય કાનગડ ઉપર ૪ ફોજદારી કેસ નોંધાયેલ છે. જેમાં તેમના ઉપર ર૦૧૪ માં આરોપો ઘડાયેલ.
ઉદય કાનગડેના  કેટલા  બેકમાં  ખાતા 
ઉદય કાનગડના હાથ ઉપર પ.૧૧ લાખ, પત્‍ની વૈશાલીબેનના હાથ ઉપર ૮.પ૩ લાખ તથા HDFC ખાતામાં ૧ર.૬પ લાખની રકમ હાથ ઉપર છે. બેંકમાં ઉદયભાઇના નામે ૧.૪૧ લાખ, વૈશાલીબેનના નામે પ.૭૬ લાખ તથા એચ.યુએફ ૬૧ હજારની થાપણો ધરાવે છે. એલઆઇસીમાં ઉદયભાઇ તથા વૈશાલીબેનની પ૪ લાખનું રોકાણ છે. ઉદયભાઇએ પાર્થ કન્‍સ્‍ટ્રકશનને રૂા.૧૦.પ૯ લાખ તથા ભરત કન્‍ટ્રકશનને ૪૭.રર લાખની અંગત લોનના લેણા છે.
ઉદય કાનગડેની  જમીન  કેટલી 
જયારે રૂ ૧૧ હજારની કિંમતનું એક માત્ર હોન્‍ડા એકટીવા વાહન ઉદયભાઇના નામે નોંધાયેલ છે. ઉપરાંત ઉદયભાઇ પાસે ર.પ૦ લાખ તથા પત્‍ની વૈશાલીબેન પાસે પ.૮૭ લાખના દાગીના છે. જમીન-મિલ્‍કતો સોગંદનામા મુજબ ઉદયભાઇ પાસે ગીર- સોમનાથમાં ૦-૩૧-૩૭ હેકટર ખેતીની રૂા. ૮૦ લાખની જમીન છે. જયારે ર.૪૯ લાખમાં બનાવેલ મકાનની હાલ કિંમત ૧.૩પ કરોડ છે. ઉપરાંત વેરાવળ તાલુકાના ભાલપરા ખાતેની બિનખેતીની ર૯૩૩.૬૦ ચો. ફુટ જમીનમાં ર૦ ટકા લેખે હાલની કિંમત મુજબ ૬૦ લાખનો હિસ્‍સો ધરાવે છે.
રહેણાંક મકાનો  કેટલા 
રહેણાંકના ૩ મકાનો-ફલેટ મુંજકા, કેવલમ તથા ગુરૂ આશીષમાં ફલેટ ધરાવે છે. જેની હાલની કિંમત પ.પ૦ કરોડ જેટલી છે. આમ ઉદય કાનગડની કુલ સંપતી ૭.૩પ કરોડ જેટલી છે. ઉપરાંત આઇસીઆઇસીઆઇમાં ર.પ૯, કરોડ, એલઆઇસીમાં ૮.પ૮ લાખ, કિસ્‍ટ્રલ એજન્‍સીમાં ૪૦.૭૪ લાખ, ધ્રુવીક તલાવીયા પાસેથી ૪૦ લાખ, ધુવીક જી. તલાવીયા એન્‍ડ બ્રધર્સને ર૮ લાખ, કરણ કન્‍ટ્રકશનને ૧૦ લાખ, પ્રભાતભાઇ કાનગડને પ.પ૦ તથા રાધીકા કાનગડને ૮ર હજારના દેણા છે. આમ તેમની કુલ જવાબદારી ૧.પ૯ કરોડની છે.
ગુજરાત ની નંબર ૧ ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ - જે ગુજરાતીઓ ને દરેક સમાચાર માં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિત ના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.